• 2 કપ- બેસન (ચણાનો લોટ) • 1 કપ- ખાંડ • અડધો કપ- પાણી • 1 કપ- ઘી • અડધો કપ-બદામ
સૌ પ્રથમ એક વાસણમાં ઘી નાંખીને ગરમ કરો અને જ્યારે ઘી ગરમ થઈ જાય, તો તેમાં બેસનને નાંખીને ગેસની આંચને ધીમી કરી નાંખો.
હવે બેસનને લગભગ અડધા કલાક સુધી ધીમી આંચ પર ફ્રાય કરો. જ્યારે બેસનનો રંગ આછો ભૂરો થઈ જાય, ત્યારે ગેસ બંધી કરી દો.
હવે એક વાસણમાં બતાવ્યા મુજબ પાણી સાથે ખાંડ મિક્સ કરીને ચાસણી તૈયારી કરી લો.
જ્યારે ચાસણી તૈયાર થઈ જાય, ત્યારે સેકેલા બેસનમાં બનેલી ચાસણીને નાંખીને સારી રીતે હલાવીને મિક્સ કરી નાંખો.
હવે એક પ્લેટમાં ઘી નાંખીને ફેલાવી દો અને પછી તૈયાર બેસનને તેમાં નાંખીને સારી રીતે બરફીની જેમ ફેલાવીને ચપ્પુ વડે ચોસલામાં કાપી લો.
બરફીના ચોસલા ઉપર કાપેલી બદામ ભભરાવીને ગાર્નિશ કરો. આ તમારી બેસનની બરફી તૈયાર છે. હવે તમે તેને ઘરે આવેલા મહેમાનોને સર્વ કરી શકો છો.