વરસાદની સિઝનમાં ક્રિસ્પી ડુંગળીના પકોડા ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. જેને તમે ડુંગળી, બેસન અને કેટલાક મસાલા સાથે તૈયાર કરી શકો છો.
ટ્રેડિશનલ ડિશ સમોસાનો સ્વાદ તમને ક્યારેય પણ નિરાશ નહીં કરે. આ ખુશનુમા સિઝનમાં ફૂદીનાની ચટણી સાથે સમોસાનો સ્વાદ ઔર વધી જશે.
જો તમારે દુકાનમાંથી આવેલા બ્રેડ પકોડા ના ખાવા હોય, તો તમે તેને ઘરે સરળતાથી બનાવીને સર્વ કરી શકો છો.
મુંબઈનું આ ફેમસ સ્ટ્રીટ ફૂડ તમારી ચાનો ટેસ્ટ વધારી શકે છે. વડાપાંવને બનાવવા પણ ખૂબ જ સરળ છે.
જો તમને વરસાદમાં કંઈક ગળ્યું ખાવાની ઈચ્છા થઈ હોય, તો તમે ઘરે જલેબી બનાવી શકો છે. જેને તમારે એક વખત જરૂર ટ્રાય કરવી જોઈએ.
દાળની બનેલી કચોરી સ્વાદમાં ખૂબ જ લાજવાબ હોય છે. જેને તમે ઘરે જ બનાવીને પોતાની અલગ સ્ટાઈલ સાથે સર્વ કરી શકો છો.