ડ્રોન ઉત્પાદક ideaForgeની 7 જુલાઈ 2023થી શરૂઆત


By Nileshkumar Zinzuwadiya06, Jul 2023 03:51 PMgujaratijagran.com

7 જુલાઈએ લિસ્ટીંગ

કંપનીએ આપેલી માહિતી પ્રમાણે ideaForgeના જાહેર ભરણાનું લિસ્ટીંગ 7 જુલાઈ 2023ના રોજ નક્કી કરી છે. આ અગાઉ ટેન્ટેટિવ શેડ્યુલ પ્રમાણે IPO 10 જુલાઈ 2023ના રોજ લિસ્ટીંગની યોજના હતી.

રોકાણકાર તરફથી સારો પ્રતિસાદ

ideaForgeએ રૂપિયા 567 કરોડનો IPO રજૂ કર્યો હતો. જેના શેરની કિંમત રૂપિયા 638-672ની રેન્જ ધરાવતો હતો. 26થી 30 જૂન વચ્ચે ચાર દિવસ બિડિંગ પ્રક્રિયા દરમિયાન IPOને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.

106.06 ગણુ ભરાયું ભરણું

એકંદરે ideaForgeનો IPO 106.06 ગણો ભરાયો હતો. તે વર્ષ 2021 બાદ 100 ટકાથી વધારે બિડ મેળવનાર પ્રથમ IPO છે.

બજારમાં છે ઉત્સાહ

ખૂબ જ સારા સબ્સ્ક્રીપ્શન અને IPO એલોટમેન્ટ બાદ ગ્રે માર્કેટ તથા શેર બજારના નિષ્ણાતો ideaForge ટેકનોલોજીના શેરનું લિસ્ટંગ અંગે ખૂબ જ ઉત્સાહિત છે.

રિલાયન્સ જીયો નેટવર્ક વિસ્તરણ માટે નોકિયા પાસેથી 14 હજાર કરોડના 5G ઉપકરણ ખરીદશે