ભારતની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જીયો આ વર્ષના અંત ભાગ સુધીમાં 5G મોબાઈલ બ્રોડબેન્ડ સેવા શરૂ કરવા સક્રિયપણે તૈયારી કરી રહી છે.
આ કડીના ભાગરૂપે કંપનીએ એક મહત્વનું પગલું ભરી જીયો નેટવર્ક વિસ્તરણ માટે નોકિયાના 5G ઉપકરણમાં રૂપિયા 14 હજાર કરોડનું રોકાણ કરશે.
ETના અહેવાલ પ્રમાણે રિલાયન્સ જીયો ઈન્ફોકોમ 5G નેટવર્ક ઉપકરણ ખરીદવા ફિનલેન્ડ સ્થિત નોકિયા સાથે મહત્વના કોન્ટ્રેક્ટને અંતિમ સ્વરૂપ આપવાની તૈયારીમાં છે.
રિલાયન્સ ગ્રુપના વરિષ્ઠ અધિકારી અને આ ડીલ માટે ફન્ડિંગ કરનારી બેન્કોના પ્રતિનિધિઓ નોકિયાના હેડક્વાટર ખાતે સમજૂતી કરતી વખતે ઉપસ્થિત રહેશે.