વૈશ્વિક રેટિંગ એજન્સી S&Pએ કહ્યું છે કે વધી રહેલા મૂડીગત ખર્ચને લીધે ભારતીય કંપનીઓમાં દેવામુક્ત થવાની ઝડપ ધીમી રહેશે. અલબત કેટલીક કંપની દેવુ ઘટાડવામાં સફળ રહી છે.
વૈશ્વિક રેટિંગ એજન્સી S&Pએ કહ્યું છે કે વધી રહેલા મૂડીગત ખર્ચને લીધે ભારતીય કંપનીઓમાં દેવામુક્ત થવાની ઝડપ ધીમી રહેશે. અલબત કેટલીક કંપની દેવુ ઘટાડવામાં સફળ રહી છે.
નાણાકીય સંચાલન અને મજબૂત સ્થિતિ વચ્ચે રોકડ પ્રવાહને લીધે છેલ્લા ત્રણ વર્ષમાં ભારતીય કંપનીઓને દેવામાં ઘટાડો કરવામાં મદદ મળી છે.
રેટિંગ ધરાવતી કંપનીઓના પોર્ટફોલિયો માટે દેવા-એબિટા પ્રમાણ માર્ચ 2024 સુધી એક વર્ષ અગાઉના 2.7 ગણા ઘટી આશરે 2.4 ગણા રહેશે.
દેવા-એબિટા રેશિયોના મૂલ્યાંકનમાં IT અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને અલગ રાખવામાં આવેલ છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ માટે દેવુ માર્ચ 2024 સુધીમાં ઘટી આશરે 5.2 ગણુ રહેવાનો અંદાજ છે, જે માર્ચ 2023 સુધી 6.3 ગણુ હતું.