QIB તરફથી નબળો પ્રતિસાદ મળતા PKH વેન્ચર્સે રૂપિયા 379 કરોડનો IPO પાછો ખેચ્યો


By Nileshkumar Zinzuwadiya05, Jul 2023 04:13 PMgujaratijagran.com

અંતિમ દિવસે ભરણુ પાછું ખેચ્યું

મુંબઈ સ્થિત PKH વેન્ચર્સે બિડિંગના અંતિમ દિવસે તેનું જાહેર ભરણું પાછું ખેંચવાનો નિર્ણય કર્યો છે. ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ તરફથી નબળો પ્રતિસાદ મળ્યો છે.

30મી જૂને ભરણું ખુલેલું

આ જાહેર ભરણુ 30મી જૂનના રોજ ખુલ્યું હતું અને કુલ ઓફર સાઈઝના 65 ટકા શેર માટે બિડ કરવામાં આવી હતી.

QIB તરફથી ફક્ત 11 ટકા શેર ખરીદાયા

હાઈ નેટવર્થ ઈન્ડિવિડ્યુઅલ્સ અને રિટેલ ઈન્વેસ્ટર્સ તરફથી સામાન્ય પ્રતિસાદ મળતા અનુક્રમે 1.67 ગણો તથા 99 ટકા ભરાયો હતો. QIB તરફથી ફક્ત 11 ટકા શેર ખરીદી કરવામાં આવ્યા હતા.

અપર પ્રાઈઝ બેન્ડ નક્કી કરવામાં આવેલી

PKH વેન્ચર્સે અપર પ્રાઈઝ બેન્ડથી 2.56 કરોડ ઈક્વિટી શેર માટે રૂપિયા 379 કરોડનું ભંડોળ એકત્રિત કરવાની યોજના ધરાવતી હતી. કંપનીની ઓફર રૂપિયા 270.2 કરોડના ફ્રેશ ઈશ્યુથી બનેલી હતી.

ઘરમાંથી ગરોળી ઉભી પૂંછડીએ ભાગી જશે, બસ અજમાવો આ દેશી નુસખા