ગરમીના દિવસોમાં ઘરની દીવાલો પર ગરોળી જોવા મળવી સામાન્ય વાત છે. વારંવાર ભગાડવા છતાં ગરોળી પરત ફરે છે.
માર્કેટમાં ગરોળીને દૂર ભગાડવા માટે અનેક વસ્તુઓ મળે છે. અમે તમને કેટલીક એવી ઘરગથ્થુ વસ્તુઓ વિશે જણાવીશું, જેની મદદથી ગરોળીને સરળતાથી ભગાડી શકાય છે.
ગરોળીને ભગાડવા માટે લાલ મરચા અને કાળા મરચાના પાવડરને પાણીમાં મિક્સ કરી દો. હવે આ પાણીને ઘરના દરેક ખૂણામાં સ્પ્રે કરો.
ઈંડાના છોતરાની મદદથી પણ ગરોળીને ભગાડી શકાય છે. આ માટે તમે ઈંડાના છોતરાને ઘરના ખુણામાં રાખી શકો છો.
ગરોળીને ભગાડવા માટે કૉફીનો પ્રયોગ પણ કરી શકાય છે. આ માટે કૉફી પાવડરમાં તમાકુ મિક્સ કરીને નાની-નાની ગોળીઓ બનાવીને તેને એવી જગ્યાએ ગોઠવી દો, જ્યાં ગરોળી વારંવાર આવતી હોય.
મોરના પીછાથી ગરોળી ડરે છે. આથી જ્યારે પણ ગરોળીને ભગાડવાની વાત આવે, ત્યારે મોરના પીછાનું નામ જરૂર લેવામાં આવે છે.
રસોડામાં સરળતાથી મળી આવતી ડુંગળીથી ગરોળીને ભગાડી શકાય છે. ડુંગળીમાં સલ્ફર હોય છે, જેની દુર્ગંધ ગરોળી સહન નથી કરી શકતી.
ગરોળીને ભગાડવા માટે ઠંડુ પાણી પણ કામમાં આવે છે. જ્યારે તમને ક્યાંય ગરોળી જોવા મળે, તો તેના પર તમે ઠંડુ પાણી છાંટી શકો છો.
લસણની કળીને ઘરના દરવાજા અને બારી પર રાખી દો. જેથી ગરોળી આવી જગ્યાથી ઘરની અંદર નહીં આવે.