શ્રાવણ સામમાં શિવજીની પૂજાનું ખાસ મહત્વ છે. આ તકે તમે કરેલી મનોકામના શિવજી સુધી પહોચે છે. ત્યારે તેમની પૂજા વખતે આ ભૂલો ન કરશો.
શિવલિંગ પર કેતકીના ફૂલ ચડાવવાથી ભગવાન શિવ નારાજ થઈ જાય છે. પૌરાણીક વાર્તાઓ અનુસાર કેતકી ના ફૂલએ બ્રહ્માજીના અસત્યનો સાથ આપ્યો હતો, એટલા માટે ભગવાન શિવ ક્રોધિત થઈ ગયા અને શ્રાપ આપ્યો હતો.
શિવજીની પૂજામાં ક્યારેય શંખ નથી વગાળવામાં આવતો કે ક્યારેય શંખથી તેમનો જળાભિષેક કરવામાં આવતો નથી. પૌરાણીક વાર્તાઓ અનુસાર ભગવાન શંકરને ત્રિશુલ શંખચુડ નામના રાક્ષસનો વધ કર્યો હતો.
શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથની પૂજામાં તુલસીનાં પાંદ પણ નથી ચડાવી શકાતા. જેનાથી તમારે ભગવાન શિવના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે.
ભગવાન ભોલેનાથ વૈરાગી છે, જે પોતાના આખા શરીરે ભભૂત લગાવે છે. પૂરાણો અનુસાર ભગવાન શિવ સંહારક છે તેથી તેમના પર કંકૂ કે સિંદૂર ન ચઢાવો
હળદરનો ઉપયોગ તમામ દેવી-દેવતાઓની પૂજા કરવામાં થાય છે, પરંતુ ભગવાન શિવને હળદર ન ચઢાવશો. શાસ્ત્રો અનુસાર શિવને હળદર ચડાવવાથી ચંદ્ર નિર્બળ બની જાય છે.
માન્યતાઓ અનુસાર તૂટેલા ચોખાને બિલકુલ શિવજીને ન ચડાવવા જોઈએ, તૂટેલા ચોખાને અશુદ્ધ માનવામાં આવે છે, જેનાથી તમારે તેમન પ્રકોપનો સામનો કરવો પડી શકે છે.
મહાદેવ પર નારિયેળનું પાણી ક્યારેય ન ચડાવવું જોઈએ, જેને શાસ્ત્રોમાં યોગ્ય ગણવામાં આવ્યું નથી.જેથી તમે પણ આ ભૂલ કરશો નહિં, જો આવી ભૂલ કરી તો તમારે પણ ભગવાનનો પ્રકોપનો સામનો કરવો પડી શકે છે.