દેશી ઘીનો ઉપયોગ મોટાભાગે દરેક ઘરમાં કરવામાં આવે છે. કેટલાક લોકો બજારમાંથી ઘી લાવવાનું પસંદ કરે છે, તો કેટલાક લોકો ઘરે જ મલાઈમાંથી ઘી બનાવે છે.
અનેક વખત ગુજરાતમાં અનેક પ્રયત્નો છતાં ઘરે બજાર જેવું ઘી બનાવવું મુશ્કેલ થઈ પડે છે. તો ક્યારેક ઘીના કારણે બળવાની વાસ પણ આવવા લાગે છે.
આજે અમે તમને કેટલાક સરળ સ્ટેપ્સ બતાવવા જઈ રહ્યાં છીએ, જેની મદદથી તમે મિનિટોમાં બજાર જેવું દાણાદાર ઘી નીકાળી શકો છો. આટલું જ નહીં, આમ કરવામાં તમારે વધારે મહેનત પણ નહીં કરવી પડે.
ઘી બનાવવા માટે સૌ પ્રથમ તમારે માખણ નીકાળવું પડશે. આ માટે તમારે મલાઈને ફ્રીજમાંથી નીકાળીને અડધા કલાક માટે નોર્મલ ટેમ્પરેચરમાં રાખવાની રહેશે.
જે બાદ મિક્સરમાં નાંખીને તેને બ્લેન્ડ કરી લો. જ્યારે પાણી અને માખણ અલગ થઈ જાય, ત્યારે માખણને નીકાળીને એક તપેલીમાં એકઠું કરો.
સૌ પ્રથમ વાસણને ગેસ પર રાખીને ગરમ કરો પછી જે માખણને નીકાળીને સાઈડમાં રાખ્યું હતુ, તેને વાસણમાં નાંખી દો. હવે ચમચીની મદદથી તેને સતત હલાવતા રહો.
થોડી મિનિટોમાં તમે જોઈ શકશો કે, માખણ પીગળવા લાગ્યું હશે. ધીમે-ધીમે આખુ માખણ પીગળી જશે અને તેમાંથી ઘી નીકળવા લાગશે.
જ્યારે ઘી પૂરી રીતે નીકળી જાય, તો ગેસ બંધ કરીને ઘીને ગાળીને કન્ટેનરમાં સ્ટોર કરી શકો છે. આમ તમારું માર્કેટ જેવું દાણેદાર ઘી તૈયાર થઈ જશે.