રિલાયન્સ જીયોએ રૂપિયા 999ના મૂલ્યમાં 4G ફોન 'જીયો ભારત V2 લોંચ કરવાની જાહેરાત કરી છે.
કંપનીએ આજે કહ્યું છે કે જીયો ભારત V2 વ્યાજબી કિંમત પર મળશે. કંપનીની નજર ભારતના આશરે 25 કરોડ 2G ગ્રાહકો પર છે. આ ગ્રાહકો અત્યારે એરટેલ અને વોડાફોન-આઈડિયા જેવી કંપની સાથે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રિલાયન્સ જિયો ફક્ત 4G અને 5G નેટવર્ક જ ઓપરેટ કરે છે. રિલાયન્સ જીયોએ દાવો કર્યો છે કે જીયો ભારત V2 મારફતે કંપની 10 કરોડથી વધારે ગ્રાહકો જોડી લેશે.
ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી વાળા પ્લાન માટે રૂપિયા 123 ચુકવવા પડશે. આ ઉપરાંત જીયો ભારત વી2ના ગ્રાહકો કંપની 14 GB 4G ડેટા આપશે. વાર્ષિક પ્લાન માટે રૂપિયા 1234 ચુકવવાના રહેશે.