ટાટા મોટર્સ 17 જુલાઈથી પેસેન્જર વાહનોની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ ભાવ વધારો તમામ પ્રકારના મોડલ તથા વર્ઝન પર લાગૂ પડશે.
ટાટા મોટર્સે સોમવારે એક નિવેદનમાં કહ્યું કે કંપની પોતાના યાત્રી વાહનોની કિંમત સરેરાશ 0.6 ટકા વધારો કરશે. આ વધારો ઈલેક્ટ્રિક વાહન સહિત તમામ મોડેલને લાગુ પડશે.
કાચામાલની કિંમતમાં વધારો થવાને લીધે આ ભાવ વધારો કરવો પડી રહ્યો છે. 16 જુલાઈ,2023 સુધી થનારા વાહન બુકિંગ અને 31 જુલાઈ સુધી વાહનોની ડિલિવરી પર તેની અસર નહીં થાય.
અત્રે ઉલ્લેખનીય છે કે ટાટા મોટર્સના યાત્રી વાહનોમાં પંચ, નેક્સન અને હેરિયર જેવા મોડેલનો સમાવેશ થાય છે.