શેરબજારમાં લિસ્ટેડ દેશની ટોચની 10 કંપનીનું સંયુક્ત માર્કેટ કેપ રૂપિયા 1.88 લાખ કરોડ વધ્યું છે. સેન્સેક્સ 1,739.19 પોઇન્ટ અથવા 2.76 ટકા વધ્યો હતો.
બજારમાં આવેલી તેજીને પગલે ટોચની 10 સૌથી મૂલ્યવાન કંપનીનું સંયુક્ત માર્કેટ કેપ 1.88 લાખ કરોડ વધ્યું છે. HDFC બેંકનું એમ-કેપ રૂપિયા 32,600 કરોડ વધી રૂપિયા 9,51,584.36 કરોડ વધ્યું છે.
ઈન્ફોસિસનું મૂલ્યાંકન 28,862.38 કરોડ વધી રૂપિયા 5,54,091.27 કરોડ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું મૂલ્યાંકન 23,984.28 કરોડ વધી રૂપિયા 17,25,704.60 કરોડ થયું છે.
ટોપ 10 કંપનીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું બજાર મૂડીકરણ સૌથી વધારે છે. ત્યારબાદ TCS, HDFC બેંક, ICICI બેંક, HUL, ITC, ઇન્ફોસિસ, HDFC, SBI અને ભારતી એરટેલ છે.