ચોમાસાના આગમનની સાથે જ કૃષિ ક્ષેત્રમાંથી માંગ ઘટવા અને વાહનોના અવર-જવર ઓછું રહેવાને લીધે ડીઝલનું વેચાણ ઘટ્યું છે. જૂનમાં ડીઝલનો વપરાશ વાર્ષિક ધોરણે 3.7 ટકા ઘટી 71 લાખ ટન રહ્યો છે
અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં ડીઝલ સૌથી વધારે વપરાશ ધરાવતું ઈંધણ છે અને તેની કુલ માંગમાં 20 ટકા હિસ્સેદારી છે.
આ અગાઉ એપ્રિલ અને મે મહિનામાં ડીઝલનો વપરાશ ક્રમશઃ 6.7 ટકા તથા 9.3 ટકા વધ્યો હતો, કારણ કે આ દરમિયાન કૃષિ માંગ વધી હતી. મે મહિનામાં વેચાણ 70.90 લાખ ટન હતું.
જૂન મહિનામાં પેટ્રોલનું વેચાણ વાર્ષિક ધોરણે 3.4 ટકા વધીને 29 લાખ ટન થઈ ગયું છે.
માસિક ધોરણે એકંદરે પેટ્રોલનું વેચાણ સ્થિર રહ્યું છે. જૂન મહિનામાં વિમાન ઈંધણ (ATF)ની માંગ વાર્ષિક ધોરણે છ ટકા વધી 5,87,300 ટન થઈ ગયું છે.