આ માટે એક કેળાને બ્લેન્ડ કરી દો. હવે એક ચમચી બેસન અને એક ચમચી કેળાની પેસ્ટમાં અડધી ચમચી ગુલાબ જળ સારી રીતે મિક્સ કરો. જો તમારી સ્કિન ઓઈલી હોય, તો જ ગુલાબજળનો ઉપયોગ કરો.
ડ્રાય સ્કિન થવા પર તમે માત્ર કેળા અને બેસનની પેસ્ટ તૈયાર કરો. જે બાદ તેનાથી ચહેરા પર અપવર્ડ અને આઉટવર્ડ મોશનમાં મસાજ કરો. જેથી તમારા ચહેરાની સફાઈ થઈ જશે.
આ માટે એક કેળાને સારી રીતે બ્લેન્ડ કરી લો. જે બાદ 2 ચમચી કેળાની પેસ્ટમાં 2 ચમચી મધને સારી રીતે મિક્સ કરી લો. હવે આ મિશ્રણથી ચહેરા પર 3-4 મિનિટ મસાર કરો.
ચહેરા પર અપવર્ડ અને પછી આઉટવર્ડ મોશનમાં મસાજ કરો. આ પેસ્ટના ઉપયોગથી તમારા ચહેરા પર ઈન્સ્ટન્ટ ગ્લો આવી જશે.
આ પેસ્ટ તૈયાર કરવા માટે એક ચમચી કેળાની પેસ્ટ લઈને તેમાં 1 ચમચી એલોવેરા જેલ અને ચપટી કસ્તૂરી હળદરને સારી રીતે મિક્સ કરી દો.
જો તમે ઈચ્છો તો, આ પેસ્ટમાં ગુલાબના પાંદડાનો પાવડર પણ મિક્સ કરી શકો છો. હવે આ પેસ્ટને ચહેરા પર સારી રીતે એપ્લાય કરીને 5-10 મિનિટ સુધી રહેવા દો. થોડીવાર બાદ ચહેરાને હુંફાળા પાણીથી ધોઈ નાંખો.
કેળાનું ફેશિયલ ફેશની બ્રાઈટનિંગ અને ટાઈટનિંગમાં મદદ કરે છે. આ સાથે તેના ઉપયોગથી ડાર્ક સ્પોટ પણ દૂર થાય છે.