હવે ઘરે જ ફ્રીમાં બનાવો ટેસ્ટી પિસ્તા કુલ્ફી, ખાવાની મજા આવશે


By Sanket M Parekh02, Jul 2023 03:52 PMgujaratijagran.com

સામગ્રી

• દૂધ • પિસ્તા • ક્રીમ • ઈલાયચી • ખાંડ • બદામ અને કેસર

સ્ટેપ-1

સૌ પ્રથમ એક વાસણમાં દૂધ લો અને તેને ગેસની ધીમી આંચ પર ગરમ કરતા રહો.

સ્ટેપ-2

દૂધને ત્યાં સુધી ગરમ કરો, જ્યાં સુધી વાસણમાં રહેલુ દૂધ અડધુ ના થઈ જાય. 30-40 મિનિટ ઉકાળવાથી દૂધ ગાઢ થઈ જશે.

સ્ટેપ-3

જ્યારે દૂધ પૂરી રીતે જામી જાય, ત્યારે તે ક્રીમ જેવું દેખાવા લાગશે અને વાસણની વચ્ચે પરપોટા જોવા મળશે.

સ્ટેપ-4

હવે દૂધમાં ખાંડ અને કેસર મિક્સ કરી લો. આ વસ્તુ નાંખ્યા બાદ ફરીથી દૂધને ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો.

સ્ટેપ-5

છેલ્લે ઈલાયચી પાવડર નાંખીને ગેસ ઑફ કરી દો. જે બાદ દૂધને ઠંડુ થવા બાજુમાં રાખી દો. જે બાદ તેમાં વાટેલા પિસ્તા ભભરાવી દો.

સ્ટેપ-6

આ મિશ્રણને મોલ્ડ્સમાં નાંખીને સ્ટિક રાખો અને તેને 4-5 કલાક માટે ફ્રિજરમાં ઠરવા માટે છોડી દો. જે બાદ કુલ્ફીને નટ્સ અને વર્કથી ગાર્નિશ કરીને ફટાફટ સર્વ કરો.

તાંબાના કાળા પડી ગયેલા વાસણને સોના જેવા ચમકાવી દેશે આ વસ્તુઓ