તાંબાના કાળા પડી ગયેલા વાસણને સોના જેવા ચમકાવી દેશે આ વસ્તુઓ


By Sanket M Parekh02, Jul 2023 03:47 PMgujaratijagran.com

તાંબાના વાસણનો ઉપયોગ

તાંબાના વાસણનો ઉપયોગ કરવાના અનેક ફાયદા હોય છે. મોટાભાગે રસોઈ તો લોકો સ્ટીલ અથવા એલ્યુમિનિયમના વાસણોમાં જ બનાવે છે. જો કે આજે પણ કેટલાક કામોમાં તાંબાના વાસણનો ઉપયોગ થાય છે. તો ચાલો જાણીએ તાંબાના કાળા પડી ગયેલા વાસણોને સરળતાથી સાફ કરવાના કેટલાક ઘરગથ્થુ ઉપાયો વિશે.

લીંબુનો રસ

તાંબાના વાસણને લીંબુના પાણી અને મીઠાથી ધોવાથી જે જલ્દી ચમકવા લાગે છે. લીંબુને અડધુ કાપીને તેના પર મીઠું ભભરાવ્યા બાદ તાંબાના વાસણને સાફ કરી જુઓ.

મીઠું

મીઠુ અને બેકિંગ સોડાને મિક્સ કરીને તાંબાના વાસણ સાફ કરવાથી વાસણ પર ચમક આવે છે. આ મિશ્રણના સ્ક્રબથી વાસણના કાળા ભાગ પર ઘસવાથી સ્પષ્ટ ફરક જોઈ શકાશે.

બેકિંગ સોડા

તાંબાના વાસણને ચમકાવવા માટે એકલો બેકિંગ સોડા કાફી છે. બેકિંગ સોડાને તાંબાના વાસણ પર સ્ક્રબ કરવાથી તેના પર ચમક દેખાવા લાગશે.

મીઠુ અને વિનેગાર

મીઠુ અને વિનેગારને તમે સારી રીતે મિક્સ કરી લો અને તેમાં લોટ મિક્સ કરીને તેની પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટની મદદથી સાફ કરવાથી તાંબાના વાસણ ચમકવા લાગશે.

આંબલી

આંબલી પણ તાંબાના વાસણને સાફ કરવામાં કારગર મનાય છે. એક કપ પાણીમાં આમલીને પલાળીને પણ મસળી નાંખો. હવે આ પાણીમાં સ્ક્રબર નાંખીને 2 મિનિટ છોડી દો. જે બાદ તાંબાના વાસણને ઘસીને સાફ કરવાથી ચમક આવશે.

કિચનનું કામ સરળ બનાવવાની ટિપ્સ, એક વખત ટ્રાય કરી જુઓ