દાળ બનાવતી વખતે હંમેશા કુકરમાં એક સ્ટીલની વાડકી મૂકી દો. આમ કરવાથી દાળ વધારે બફાઈને ફાટશે નહીં અને કુકરની સિટીથી સ્ટીમ પણ બહાર નહીં જાય.
જો તમારા શાકમાં વધારે મીઠું પડી ગયું હોય, તો લોટની નાની-નાની ગોળીઓ બનાવીને શાકમાં નાંખી દો. થોડીવાર પછી આ ગોળીઓને કાઢી નાંખો.
ખીર બનાવવા માટે હંમેશા મોટા અને ભારે વાસણનો ઉપયોગ કરો. આ સાથે જ ખીરને કાયમ ધીમી આંચ પર જ બનવા દેવી જોઈએ.
રસોઈને વારંવાર ગરમ કરવાથી તેના ન્યૂટ્રિએન્ટ્સ ખતમ થઈ જાય છે. આટલું જ નહીં, ખાવાના ટેસ્ટમાં પણ ફરક પડે છે. આથી રસોઈને વારંવાર ગરમ ના કરવી જોઈએ.
તમે ઘરમાં પહેલાથી જ આદુ-લસણની પેસ્ટ બનાવીને સ્ટોર કરી રાખો. જેથી તમારો સમય પણ બચી જશે. આ માટે ગરમ તેલ અને મીઠું તેમાં મિક્સ કરી નાંખો.
રસોડાના સ્લેબ પર શાકભાજીને કાપવાથી ચાકુની ધાર ખરાબ થઈ જાય છે. એવામાં શાકભાજી કાપવા માટે કાયમ ચૉપિંગ બોર્ડનો ઉપયોગ કરો.
જો ખાવાનું બનાવતા સમયે ટામેટા પતી ગયા હોય, તો તેની જગ્યાએ તમે કેચઅપ અથવા સૉસનો ઉપયોગ કરી શકો છો.