રાતના સમયે કેળા કેમ ના ખાવા જોઈએ? જાણો કારણ


By Sanket M Parekh19, Nov 2023 04:25 PMgujaratijagran.com

સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ

કેળા આપણાં શરીર માટે ખૂબ જ ફાયદેમંદ હોય છે. જેમાં પોટેશિયમ, આયરન, ફોલેટ, વિટામિન મળી આવે છે. જે આપણને અનેક બીમારીઓથી બચાવે છે.

રાતે ના ખાશો કેળા

જો કે રાતના સમયે કેળાનું સેવન કરવાથી અનેક પ્રકારની સમસ્યા થઈ શકે છે. આથી રાતે કેળા ખાવાનું ટાળવું જોઈએ.

પાચન સમસ્યા

રાતના સમયે કેળાનું સેવન કરવાથી પાચન સબંધિત સમસ્યા થઈ શકે છે. જેમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે. જેના કારણે પેટમાં ગેસ અને સોજા જેવી સમસ્યા થઈ શકે છે.

ડાયાબિટીશના દર્દીઓ માટે નુક્સાનકારક

ડાયાબિટીશની સમસ્યાથી પરેશાન લોકોએ રાતના સમયે કેળાનું સેવન કરવાનું ટાળવું જોઈએ. જેનાથી બ્લડ સુગર લેવલ વધી શકે છે.

વજન વધશે

રાતના સમયે કેળાનું સેવન કરવાથી મોટાપાની સમસ્યા થઈ શકે છે, કારણ કે તેમાં કેલેરીનું પ્રમાણ વધારે હોય છે.

એલર્જીની સમસ્યા

અનેક લોકોને કેળા ખાવાથી એલર્જી થવા લાગે છે. આવા લોકોએ કેળાનું સાવન કરવાનું ટાળવું જોઈએ. અનેક લોકોને કેળા ખાધા પછી સોજા ચડવાની સમસ્યા થઈ શકે છે.

મેટાબોલીઝ્મ સ્લો

રાતે કેળાનું સેવન કરવાથી મેટાબૉલિઝ્મ સ્લો થાય છે. જેનાથી તેને પચવામાં શરીરને વધારે મહેનત કરવી પડે છે.

આ ડ્રાયફ્રુટ યુરિક એસિડને ઘટાડવામાં મદદ કરશે