કિડની શરીરમાં જમા વિષયુક્ત પદાર્થને બહાર નીકાળવામાં મદદ કરે છે. એવામાં જો તમારી કિડની યોગ્ય રીતે કામ કરતી હશે, તો આ 5 સંકેત જોવા મળે છે.
જો તમારા પેશાબનો રંગ સામાન્ય પીળાશ પડતો હોય અને ફીણ ના વળતું હોય, તો તેનો અર્થ તમારી કિડની હેલ્ધી રહે છે.
કિડની ખરાબ થવા પર થાક અને સુસ્તી જેવી સમસ્યા થઈ શકે છે. આવું કિડનીમાં ગંદકી જમા થવાના કારણે થઈ શકે છે. જો કે કિડની યોગ્ય રીતે કામ કરતી હશે, તો આવું નહીં થાય.
જો તમારી કિડની વ્યવસ્થિત કામ કરતી હશે, તો શરીરમાં કોઈ પણ પ્રકારના સોજાની સમસ્યા નહીં થાય. આ સંકેત છે કે, કિડની બરાબર કામ કરી રહી છે.
જો તમને નિયમિત રીતે ભૂખ લાગતી હોય, તો તે પાચન ક્રિયા મજબૂત હોવાનો સંકેત હોઈ શકે છે. જ્યારે કિડનીમાં ટૉક્સિન્સ જમા થાય, તો તેના કારણે ભૂખ પર અસર થતી હોય છે.
કિડનીનું મુખ્ય કામ શરીરમાંથી ગંદકીને બહાર નીકાળવાનું છે. જેના પરિણામે સ્કિન ગ્લોઈંગ રહે છે. જ્યારે કિડનીમાં ગંદકી જમા થવાના કારણે ખંજવાળની સમસ્યા તેમજ સ્કિન ડલ થઈ શકે છે.
જો તમને કિડની સબંધિત કોઈ પણ સમસ્યા રહેતી હોય, તો આ સંદર્ભે તાત્કાલિક એક વખત તો તબીબની સલાહ અચૂક લેવી જ જોઈએ.