કામનું ભારણ અને બદલાતી જતી જીવનશૈલીના કારણે હાલના દિવસોમાં અનેક લોકો તણાવ અને એંગ્જાઈટીનો શિકાર બની જાય છે.
જેનાથી આપણું શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય પર પ્રભાવિત થાય છે. આટલું જ નહીં, આપણી ખાણી-પીણી પર પણ તેની વિપરિત અસર થાય છે.
એવામાં જો તમે એંગ્ઝાઈટીનો શિકાર હોવ, તો તમારે આ વસ્તુઓનું સેવન સદંતર બંધ કરી દેવું જોઈએ.
ફ્રૂટ જ્યૂસ સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ મનાય છે, પરંતુ એંગ્ઝાઈટીમાં હંમેશા ફ્રૂટ જ્યૂસ ના પીવાની સલાહ આપવામાં આવે છે.
જો તમે એંગ્ઝાઈટીના શિકાર હોવ, તો તમારે કેફીન યુક્ત પીણા જેમ કે કૉફી અથવા ચા પીવાનું ટાળવું જોઈએ.
ડીપ ફ્રાઈડ ફૂડ આઈટમ્સમાં મોટા પ્રમાણમાં સોડિયમ હોય છે, જે ન્યૂરોલૉજિકલ સિસ્ટમને નુક્સાન પહોંચાડી શકે છે. આથી એંગ્ઝાઈટીથી પીડિત થવા પર તળેલી વાનગી ના ખાવી જોઈએ.
આર્ટિફિશિયલ સુગર વાળી ફૂડ આઈટમ્સ મૂડમાં ફેરફાર કરી શકે છે અને ઊંઘમાં પણ અડચણ ઉભી કરી શકે છે. આજ કારણ છે કે, એંગ્ઝાઈટીથી પીડિત વ્યક્તિએ આર્ટિફિશિયલ સુગર લેવાથી બચવું જોઈએ.
એંગ્ઝાઈટીના શિકાર લોકોએ દારૂનું સેવન ના કરવું જોઈએ, કારણ કે દારૂ કૉગ્નેટિવ અને મેમરી વગેરેને પ્રભાવિત કરી શકે છે.
ખૂબ વધારે પડતુ ગળ્યું ભોજન અથવા ડ્રિન્કનું સેવન મગજમાં ન્યૂરોન્સ અને સિનેપ્સ પર નકારાત્મક અસર કરી શકે છે.