દવા વગર આ રીતે ઘટાડો કોલેસ્ટ્રોલ


By Hariom Sharma06, Sep 2023 09:00 AMgujaratijagran.com

એલડીએલ કોલેસ્ટ્રોલ એટલે બેડ કોલેસ્ટ્રોલ તમારા શરીર માટે ખૂબ જ હાનિકારક હોય છે. દવાનું સેવન કર્યા વગપર પણ કોલેસ્ટ્રોલનું સ્તર આ સરળ રીતે ઘટાડી શકાય છે.

હળદરનું પાણી

હળદરમાં ઘણા ઔષધીય ગુણો રહેલા હોય છે, જે શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડી શકે છે. આ માટે સવારે ખાલી પેટ હળદર ઉકાળીને પાણી પીવાથી કોલેસ્ટ્રોલમાં રાહત મળે છે.

કસરત કરો

બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે કસરત કસરત કરવી તમારા માટે બેસ્ટ રહેશે. રોજ કસરત કરવાથી તમે શરીરમાં એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડી શકો છો.

ઓઇલી ફૂડ્સ

જો તમારા શરીરને કોલેસ્ટ્રોલ ફ્રી રાખવા માગો છો તો ઓઇલી અને ફ્રાઇડ ફૂડ્સનું સેવન કરવાથી બચો. તેલવાળા ખાદ્ય પદાર્થોનું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા વધે છે.

ગ્રીન ટી

ગ્રીન ટી ઘણા પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે, જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડ શકે છે. આ માટે ડાયેટમાં ગ્રીન ટી સામેલ કરવાથી હૃદયને હેલ્ધી રાખી શકાય છે.

ડ્રાય ફ્રૂટ્સ

ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે ડ્રાય ફ્ર્ટ્સ, જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. રોજ એક મુઠ્ઠી ડ્રાય ફ્રૂટ્સનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલથી બચી શકાય છે.

એપ્પલ સાઇડર વિનેગર

એપ્પલ સાઇડર વિનેગર ઘણા પોષકતત્ત્વોથી ભરપૂ હોય છે, જે કોલેસ્ટ્રોલની સમસ્યા દૂર કરી શકે છે. આ માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી સફરજ વિનેગર મિક્સ કરીને સેવન કરવાથી કોલેસ્ટ્રોલમાં રાહત મળી શકે છે.

ખાધા પછી કરો આ 5 યોગાસન, ડાયઝેશન રહેશે હંમેશાં તંદુરસ્ત