શિયાળામાં સવારનો નાસ્તો ગરમ અને પૌષ્ટિક હોવો જરૂરી છે, જે શરીરને ગરમ રાખી શકે અને દિવસભર ઉર્જાવાન રાખી શકે.
ઓટ્સમાં ફાઇબર અને પ્રોટીન તેમજ દૂધમાં કેલ્શિયમ અને વિટામિન ડી ભરપૂર હોય છે, જે તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને હાડકાંને મજબૂત કરે છે.
ઉપમા એક હળવો અને પૌષ્ટિક નાસ્તો છે જે તમે ઘણી બધી શાકભાજી સાથે બનાવી શકો છો. તેમાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન અને વિટામિન ભરપૂર હોય છે.
પોહા એક ઝડપથી બનતો અને સ્વાદિષ્ટ નાસ્તો છે. તમે તેમાં આદુ, લીંબુ અને હળદર જેવા મસાલા ઉમેરી શકો છો જે શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે.
ગરમ સૂપ શિયાળામાં શરીરને ગરમ રાખવા માટે ખૂબ જ સારો વિકલ્પ છે. તમે વિવિધ પ્રકારના શાકભાજી અને મસાલાઓ સાથે સૂપ બનાવી શકો છો.
ગરમ પરાઠા સાથે દહીં અથવા ચટણી ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું લાગશે.
ઇંડા પ્રોટીનનો એક સારો સ્ત્રોત છે. તમે તેને બોઈલ કરીને, તળીને અથવા ઓમેલેટ બનાવીને ખાઈ શકો છો.
સાઉથ ઈન્ડિયન નાસ્તામાં ખૂબ જ લોકપ્રિય એવા ઈડલી, ઢોસા અથવા વેન પોંગલ અને મેંદુ વડા, સાંભાર અને ચટણી સાથે ખાઈ શકો છો.
પાણીમાં ઉગતા સીંઘોડાનો શિરો શિયાળામાં નાસ્તામાં લઈ શકો છો, તમે શિંગોડાના લોટનો શિરો ટ્રાય કરી શકો છો.
માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવા અવનવા રેસીપી આઈડિયા માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.