વરિયાળીને આપણે મોટાભાગે મુખવાસ તરીકે લઈએ છે, વરિયાળીની સુગંધ પણ ખૂબ સરસ આવે છે જેનાથી મોંઢાની દુર્ગંધ પણ દૂર કરી શકાય છે. આ સિવાય પણ તેના અઢળક ફાયદા છે આવો જાણીએ આ સ્ટોરીમાં
વરિયાળીમા રહેલા પોષકતત્વો પાચનમાં મદદ કરે છે, આ પેટમાં હેલ્ધી એન્ઝાઈમ ઉત્પન્ન કરે છે, જે પાચનને સરળ બનાવે છે
વરિયાળીના બીજ શરીરમાં પોષક તત્વોને શોષશવામાં મદદ કરે છે, અને તમે ખાધેલા ખોરાકથી તમને સારા સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે છે
વરિયાળીના બીજ પેટમાં ગેસ થવાથી બચાવે છે, અને બ્લોટીંગ જેવી સમસ્યાથી પણ તમને દૂર રાખે છે.
વરિયાળીમાં રહેલા એન્ટી ઈન્ફલામેટરી ગુણો પાચનતંત્રને સારુ કરી આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, જેથી પાચન સંબધિત બીમારીઓથી બચી શકાય
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ (NIH) દ્વારા કરવામાં આવેલ રીસર્ચમાં વરિયાળીના આ લાભો વિશે જણાવામા આવ્યું છે અને પાચનમાં તેનું શું મહત્વ છે તેના વિશે પણ જણાવે છે