By Hariom Sharma2023-04-29, 07:30 ISTgujaratijagran.com
શું PRP ટ્રીટમેન્ટ?
PRP થેરેપીમાં બ્લડનો ઉપયોગ કરીને નવા વાળ ઉગાડવામાં આવે છે. વાળને ઉગાડવા અને તેને સ્ટ્રોંગ અને હેલ્ધી બનાવવા માટે PRP ટ્રીટેમેન્ટની મદદ લઇ શકાય છે.
કેવી રીતે થાય છે PRP ટ્રીટમેન્ટ?
PRP ટ્રીટમેન્ટમાં શરીરના કોઇ પણ ભાગમાંથી 10-15 ml લોહી કાઢીને તેને પ્લાજ્મામાં બદલવામાં આવે છે. ત્યાર બાદ આ પ્લાજ્માને ઇન્જેક્શનની મદદથી સ્કેલ્પમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે.
PRP થેરેપથી શું થાય છે?
PRP ટ્રીટમેન્ટમાં વાળના સ્કેલ્પમાં પ્લાજ્માં ઇન્જેક્ટ કરવાથી વાળને જરૂરી પોષકતત્ત્વ મળે છે. આ પ્રક્રિયાની મદદથી વાળને વધારવા અને મજબૂત બનાવવામાં મદદ મળે છે.
ક્યાં સુધી રહે છે અસર?
PRP ટ્રીટમેન્ટ નોન-સર્જિકલ ટ્રીટમેન્ટ છે, જેની અસર 2 વર્ષ સુધી રહી શકે છે. દોઢ કલાકની આ ટ્રીટમેન્ટમાં કોઇ પ્રકારનો દર્દ સહન નથી કરવો પડતો.
PRP થેરેપની ફાયદા
- હેર ગ્રોથ - ડાઘા નથી રહેતા - નો સાઇડ ઇફેક્ટ - ટ્રીટમેન્ટમાં ઓછો સમય - કોઇ દવા નથી લેવી પડતી - નોન-સર્જિકલ ટ્રીટમેન્ટ - હેર ફોલિકલ્સ સ્ટ્રોંગ બનાવે