તમારા મગજને કમજોર બનાવે છે આ 6 ખરાબ આદતો


By Hariom Sharma28, Apr 2023 06:57 PMgujaratijagran.com

નાસ્તો ના કરવો

કેટલાક લોકો વેટ લોસના ચક્કરમાં તો કેટલાક લોકો કામના કારણે નાસ્તો સ્કિપ કરતાં હોય છે. સવારનો નાસ્તો ના કરવાની આ ખરાબ આદત તમારા મગજ ઉપર ખરાબ અસર કરે છે.

મોડા ઊંઘવું

કેટલાક લોકો મોડા અથવા સમયસર ના સૂવાની ખરાબ આદત હોય છે. આ આદતના કારણે તમારા બોડીની સ્લિપ સાઇકલ ઉપર ખરાબ અસર થાય છે. આ માટે રોજ સમયસર અને જલદી ઊંઘવું જોઇએ.

કસરત ના કરવી

કસરત ના કરવાની આદત શરીરની સાથે મગજ ઉપર પણ ખરાબ અસર કરે છે. રોજ કસરત કરવાથી ફિજિકલ અને મેન્ટલી ફિટ રહી શકાય છે.

દિવસભર સ્ક્રિન પર રહેવું

વધારે પડતો મોબાઇલ, ટીવી અને લેપટોપ જોવાથી આંખની સાથે મગજ પણ કમજોર પડવા લાગે છે. આ માટે ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ ઓછો કરવો.

ધૂમ્રપાન

સતત સ્મોકિંગ કરવાથી મગજને નુકસાન પહોંચી શકે છે. આ માટે ધૂમ્રપાનથી દૂર રહો, જે તમારી મેન્ટલ અને હાર્ટ હેલ્થ માટે સારું રહેશે.

તણાવથી દૂર રહો

દરેક નાની-નાની વત પર સ્ટ્રેસ લેવાથી તમારી મેન્ટલ હેલ્થ માટે સારું નથી. તમારા મગજને કમજોર થવાથી બચાવવું હોય તો તણાવથી દૂર રહેવું.

ઘરે બેઠા આ સરળ ટિપ્સથી કરો પ્રેગ્નેન્સી ટેસ્ટ, થોડી મિનિટોમાં મળી જશે રિઝલ્ટ