આફ્રિકન દેશોમાં મંકીપોક્સના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે, જેમાં કોંગોમાં સૌથી વધુ કેસ જોવા મળ્યા છે. આ પરિસ્થિતિની જોતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ મંકીપોક્સને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વાસ્થ્ય કટોકટી તરીકે જાહેર કર્યો છે. આવો જાણીએ કેટલો ખતરનાક છે આ રોગ અને તેના બચવાના ઉપાયો વિશે.
આ વાયરસનું એક નવું સ્વરૂપ સામે આવ્યું છે જે સૌથી ચિંતાજનક છે.
મંકીપોક્સનું આ નવું સ્વરૂપ MPOX વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે જેને ક્લેડ IIb પણ કહેવામાં આવે છે.
મંકીપોક્સ એ વાયરસથી થતો એવો રોગ છે જેનાથી ત્વચા પર ડાઘ પડે છે જે 2 થી 4 અઠવાડિયા સુધી રહે છે અને પાછળથી ફોલ્લીમાં ફેરવાય છે.
મોટાભાગે આ જાતે જ મટી જાય છે પરંતુ બાળકો અને નબળા રોગપ્રતિકારક શક્તિવાળા લોકો માટે, તે જીવલેણ બની શકે છે.
હાલ મધ્ય આફ્રિકામાં આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. હાલ આ રોગના હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે, પણ કેટલાક લોકો એ ગંભીર લક્ષણો પણ અનુભવ્યા છે
ભારતમાં હજુ સુધી MPOX વાયરસનના કોઈ કેસ નોંધાયા નથી પરંતુ મુસાફરીને કારણે તે ભારતમાં ફેલાવાનો ભય છે.
હાલ પાકિસ્તાનમાં મંકીપોક્સના ત્રણ કેસ જોવા મળ્યા છે, આ કેસમાં ત્રણ લોકો વિદેશથી પ્રવાસ કરીને પાછા ફર્યા હતા.
મંકીપોક્સ બચવા માટે સ્વચ્છતા સૌથી વધુ જરૂરી છે. બીમાર લોકોથી દૂર રહેવુ અને રોગના કોઈ પણ લક્ષણો દેખાય તરત જ ડોક્ટરનો સંપર્ક કરો