મગફળીની ચિક્કી તો તમે ખાધી હશે પરંતુ આજે અમે તમને ડ્રાય ફ્રુટ ચિક્કીની વિશે રેસીપી જણાવીશું.
કાજુ, બદામ, અખરોટ, સૂકા મેવો, ગોળ, પાણી, ખાવાનો સોડા.
સૌ પ્રથમ એક પેનમાં ડ્રાય ફ્રૂટ શેકી લો અને ઠંડા થાય પછી છરી વડે સમારી લો.
હવે એક પેનમાં ગોળના ટુકડા અને થોડું પાણી ઉમેરીને ઓગાળીને ચાસણી બનાવો.
હવે તેમાં ડ્રાય ફ્રૂટનો ભુકો ઉમેરીને મિક્સ કરી લો.
હવે એક ડિશમાં તેલ માલીસ કરીને તેમાં પીસ્તા ગાર્નિશ કરીને ચિક્કીનું મિશ્રણ કાઢીને ફેલાવી દો.
ડ્રાય ફ્રૂટ ચિક્કી તૈયાર છે તમે તેનો આનંદ માણી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.