Kopra Pak Recipe : સાતમ-આઠમ પર ઘરે ટ્રાય કરો કોપરા પાક


By Vanraj Dabhi20, Aug 2024 12:02 PMgujaratijagran.com

કોપરા પાક

સાતમ આઠમના તહેવારમાં દરેક ઘરમાં કઈ મીઠાઈ બનાવવામાં આતી હોય તમે કોપરા પાક બનાવી શકો છો, નોંધી લો રેસીપી.

સામગ્રી

નાળિયેરનું છીણ, ઘી, એલચી, દૂધ, સાકર, પિસ્તા.

સ્ટેપ-1

એક નોન-સ્ટીક પેનમાં ઘી ગરમ કરીને એલચી નાંખીને મધ્યમ આંચ પર થોડી વાર સાંતળી લો.

સ્ટેપ-2

હવે તેમાં નાળિયેરનું છીણ નાખીને મધ્યમ આંચ પર 7 મિનિટ સુધી પકાવી લો.

સ્ટેપ-3

હવે તેમાં દૂધ,સાકર કે ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરીને 45 મિનિટ સુધી હવાલતા રહો.

સ્ટેપ-4

હવે મિશ્રણને એક ઘી ચોપડેલી થાળીમાં કાઢીને ચમચા વડે ફેલાવી દો.

સર્વ કરો

હવે તેની ઉપર સમારેલા પિસ્તાને કોપરા પાક પર હળવા હાથે ગાર્નિશ કરી કોપરા પાકને છરી વડે ટુકડા કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Sweet Recipes: કાચા પપૈયાની બરફી બનાવવાની રેસીપી