પપૈયું ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, તમે કાચા પપૈયાનું શાક તો ખાધુ હશે પરંતુ આજે અમે તમને કાચા પપૈયામાંથી ટેસ્ટી અને હેલ્ધી બરફી બનાવવાની રેસીપી જણાવીશું.
કાચા પપૈયા,મિલ્ક પાવડર, દેશી ઘી, ડ્રાયફ્રૂટ્સ, ખાંડ, ફ્રૂટ કલર.
સૌથી પ્રથમ પપૈયાને ધોઈને તેની છાલ ઉતારીને છીણી લો.
હવે તપેલીમાં પપૈયાનું છીણ અને ખાંડ નાખીને ગેસની ધીમી આંચ પર મિક્સ કરો.
હવે પપૈયાને 20 મિનિટ સુધી પકાવીને પછી તેમાં દેશી ઘી અને થોડો લીલો ફૂડ કલર ઉમેરો.
હવે ઝીણા સમારેલા ડ્રાય ફ્રૂટ્સને પપૈયાના મિશ્રણમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરો.
હવે એક મોટી પ્લેટ થોડું ઘી લગાવીને બરફીનું મિશ્રણ કાઢીને ચારે બાજુ ફેલાવી ઠંડુ થાય પછી બરફીને છરી વડે મનપસંદ આકારમાં કાપીને સર્વ કરો.
આ રીતે તમે સરળતાથી કાચા પપૈયાની બરફી ઘરે બનાવી શકો છો. રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.