હિન્દુ ધર્મમાં પૂજા દરમિયાન કપૂર પ્રગટાવવાનું વિશેષ મહત્તવ છે. કપૂર પ્રગટાવવાથી વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવી શકે છે. પરંતુ કપુરનો ઉપયોગ પૂજા સિવાય સ્વાસ્થ્ય માટે પણ થાય છે. તો ચાલો જાણીએ
કપૂરમાં રહેલા ગુણ વ્યક્તિને ઉધરસથી રાહત અપાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેના ઉપયોગથી શ્વાસ સંબંધી સમસ્યાઓમા પણ રાહત આપે છે.
જો તમને કફની સમસ્યા હોય તો તેને દૂર કરવા માટે પહેલા કપૂરને સારી રીતે પીસી તેને નારિયેળના તેલમાં મિક્સ કરીને છાતી કે ગરદન પર લગાવવાથી કફની સમસ્યા દૂર થાય છે.
કપૂરને વાળ પર લગાવવાથી ડેન્ડ્રફની સમસ્યાથી છૂટકારો મળે છે.
શરીરના કોઈપણ ભાગમાં સતત ખંજવાળની સમસ્યાથી રાહત મેળવવા માટે તમે કપૂરનો ઉપયોગ પણ કરી શકો છો.
જો તમે સ્નાયુ અથવા સાંધાના દુખાવાથી પરેશાન છો તો તમે કપૂરનો ઉપયોગ કરી શકો છો. જે શરીરના દુખાવામાં રાહત આપે છે.
સાંધા કે સ્નાયુના દુખાવાથી રાહત મેળવવા માટે તમે પાણીમાં કપૂર મિક્સ કરીને જ્યાં દુખાવો થતો હોય તેના પર લગાવી શકો છો. જેનાથી ઘણી રાહત મળે છે.
માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.