સારીં અને ગુણવત્તાયુક્ત ઊંઘ મેળવવા આ ટીપ્સ ફોલો કરો


By Smith Taral29, Aug 2024 01:26 PMgujaratijagran.com

અતિશય કામ અને જવાબદારીઓના ભારણ અને તણાવ વચ્ચે ઘણા લોકો રાત્રે સારી ઊંઘ લઈ શકતા નથી જેથી દિવસ દરમિયાન લેથાર્જીક અને આળસ અનુભવાય છે. આ સ્ટોરીમાં આપણે આ સમસ્યાના કેટલાક ઉપાયો જાણીશું જે તમને સારી ઊંઘ લાવવામાં મદદ કરશે

દિનચર્યા પર ધ્યાન આપો

સૂતા પહેલા શું કરો છો તેના પર ધ્યાન આપો, જો સુતા પહેલા તમે ફોન અથવા સ્ક્રીન સામે પસાર કરો છો અથવા કોઈ ભારે કામ હાથમાં લો છે તો તમને ઊંઘ આવવામાં તકલીફ પડી શકે છે. આ બદલવાથી ઊંઘમાં સુધારો કરી શકાય છે.

નાઈટ રુટીન બનાવો

સૂતા પહેલા દરરોજ આરામદાયક રુટીન પસંદ કરો જેમકે પુસ્તક વાંચવું, ધ્યાન કરવું, હળવું સંગીત સાંભળવું અથવા સ્કીન કેર કરવું આ તમને શાંતિથી ઊંઘવામાં મદદ કરે છે

ચિંતાઓને છોડી દો

માઇન્ડફુલ મેડિટેશન કરવાથી તમે ચિંતાઓથી મુકત થઈને હકારાત્મક વિચારો સાથે ઊંઘની તૈયારી કરો.

માનસિક શાંતિ જાળવો

મનમાં અતિશય વિચારો આવવાના લીધે ઊંઘ આવવામાં વિલંબ થાય છે, માટે માઇન્ડફુલ મેડિટેશન મનને શાંત કરો. ચિંતાજનક વિચારોને આવવા દો અને પછી જવા દો, એક સમય પછી તમને શાંતિપૂર્ણ ઊંઘ આવશે.

કાયમ વિચારો ન કરો

વિચારોને રોકવાની જગ્યાએ, તેમને સ્વીકારીને દિમાગને આરામ આપો, જે ઊંઘ માટે જરૂરી છે.

Sabudana Side Effects: સાબુદાણાની આડઅસર વિશે જાણો, આ લોકોએ ખાવાથી બચવું જોઈએ