દેશભરમાં દર વર્ષે 10 દિવસ સુધી ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દરમિયાન ગણપતિ બાપ્પાની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે, આ તકે શું તમે ક્યારેય વિચાર્યું છે કે ગણેશ ચતુર્થી શા માટે ઉજવવામાં આવે છે?, ચાલો આ વિશે વિગવાર જાણીએ.
પૌરાણિક કથાઓ અનુસાર ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર ભગવાન ગણેશનો જન્મ થયો હતો.
આ જ કારણ છે કે 10 દિવસ લાંભો ગમેશ ઉત્સવ દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે.
માન્યતાઓ અનુસાર મહાભારતનું લેખન કાર્ય આ દિવસે એટલે કે ગણેશ ચતુર્થીના દિવસે શરૂ થયું હતું.
કહેવાય છે કે મહર્ષિ વેદવ્યાસજીએ ભગવાન ગમેશને મહાભારત લખવા માટે વિંનંતી કરી હતી.
આવી સ્થિતિમાં ગણેશ ચતુર્થીના દિવસે જ વ્યાસજીએ શ્લોકનો પાઠ કરવાનું શરૂ કર્યું અને ગણપતિ બાપ્પાએ તેને લખવાનું શરૂ કર્યું.
ભગવાન ગણેશએ 10 દિવસ સુધી સતત અટક્યા વિના મહાભારતને લખ્યું હતું. આ દરમિયાન ગણપતિજી પર ધૂળ અને માટીનો એક થર જામી ગયો હતો.
ધૂળ અને માટીના સ્તરને સાફ કરવા માટે ભગવાન ગણેશ 10માં દિવસે સરસ્વતી નદીમાં સ્નાન કરવા માટે ગયા હતા, આ દિવસે ચતુર્થીનો તહેવાર હતો, ત્યારથી આ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.
આ વર્ષે ગણેશ ઉત્સવ 19 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે, આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.