આ સિઝનમાં સૂપનો સ્વાદ માણવો ખૂબ જ આનંદદાયક છે, ચાલો આજે જાણીએ રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં સ્વીટ કોર્ન સૂપની રેસીપી, જેને તમે ઘરે પણ બનાવી શકો છો.
સ્વીટ કોર્ન -2 કપ,મકાઈનો લોટ 2 ચમચી, ગાજર 1 સમારેલ,લીલી ડુંગળી અડધો કપ ઝીણી સમારેલ,તેલ અથવા ઘી 1-2 ચમચી,લસણ 2-3 કળી,સ્વાદ મુજબ મીઠું,કાળા મરી પાવડર - અડધી ચમચી.
સૌ પ્રથમ સ્વીટ કોર્નમાં પાણી મિક્સ કરો અને તેને કુકરમાં 1-2 સીટી વાગે ત્યાં સુધી પકાવો.
હવે એક બાઉલમાં મકાઈનો લોટ લો અને તેમાં પાણી નાખીને પેસ્ટ બનાવો, થોડી સ્વીટ કોર્નને બાજુ પર પીસીને પેસ્ટ બનાવો.
એક પેનમાં તેલ અથવા ઘી ગરમ કરો અને પછી તેમાં ગાજર અને લીલી ડુંગળી નાખીને વધારી લો.
જ્યારે ગાજર નરમ થઈ જાય ત્યારે તેમાં ગ્રાઈન્ડ સ્વીટ કોર્ન ઉમેરીને મીઠું અને કાળા મરી પીવડર નાખો.
હવે આ મિશ્રણમાં મકાઈના લોટની પેસ્ટ ઉમેરો, તેને મિક્સ કરો અને જરૂર મુજબ પાણી નાખી અને 3-4 મિનિટ પકાવો.
જ્યારે આ મિશ્રણ ઉકળવા લાગે ત્યારે બાકીની સ્વીટ કોર્ન ઉમેરો અને તેને મિક્સ કરો ત્યારબાદ ઉપરથી વિનેગર અને ચીલી સોસ ઉમેરો અને ગરમાગરમ સર્વ કરો.
તમે ઘરે પણ રસ્ટોરન્ટ સ્ટાઈલમાં કોર્ન સૂપ બનાવી શકો છો, આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.