દેશનું વિદેશી હૂંડિયામણ આઠ સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 4.99 અબજ ડોલર ઘટીને 593.90 અબજ ડોલર થયું છે. ગયા સપ્તાહમાં કુલ ભંડોળ 4.04 અબજ ડોલર વધી 598.89 અબજ ડોલર થયું હતું.
ઓક્ટોબર,2021માં દેશનું વિદેશી હૂંડિયામણ 645 અબજ ડોલરના સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું.
RBIના સાપ્તાહિક આંકડા પ્રમાણે આઠ સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી હૂંડિયામણનો મહત્વનો ભાગ વિદેશી હૂંડિયામણ 4.26 અબજ ડોલર ઘટી 526.43 અબજ ડોલર થયું છે.
સમીક્ષા હેઠળની અવધિમાં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) પાસે રાખવામાં આવેલ દેશનું ભંડોળ 3.9 કરોડ ડોલર ઘટી 5.03 અબજ ડોલર થયું છે.