ભારતમાંથી નિકાસ આ વર્ષના ઓગસ્ટ મહિનામાં 6.86 ટકા ઘટી 34.48 અબજ ડોલર રહી છે. એક વર્ષ અગાઉ આ મહિનામાં આ 37.02 અબજ ડોલર રહી હતી. સરકાર તરફથી શુક્રવારે આપેલા આંકડામાં માહિતી આપવામાં આવી છે.
આંકડા પ્રમાણે, ઓગસ્ટ 2023માં દેશમાં આયાત પણ 5.23 ટકા ઘટી 58.64 અબજ ડોલર રહી છે, જ્યારે ઓગસ્ટ 2022માં આ 61.88 અબજ ડોલર નોંધાઈ હતી. ઓગસ્ટ,2023માં દેશની આયાત પણ 5.23 ટકા ઘટી 58.64 અબજ ડોલર થઈ છે.
આ ઉપરાંત આયાત અને નિકાસ વચ્ચેની ખાઈ એટલે કે વ્યાપાર ખાધ ગયા મહિને 24.16 અબજ ડોલર રહી છે. જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન દેશની નિકાસ 11.90 ટકા ઘટી 172.95 અબજ ડોલર થયો છે.
પાંચ મહિનાની અવધિ દરમિયાન ભારતની આયાત 12 ટકા ઘટી 271.83 અબજ ડોલર થઈ છે. જૂનના 20.13 અબજ ડોલરની તુલનામાં જુલાઈમાં તે વધી 20.67 અબજ ડોલર થઈ છે.