ખરાબ લાઇફ સ્ટાઇલના કારણે હૃદયને લગતી સમસ્યા વધી જાય છે, આમા ફોલિક એસિડ ખૂબ જ ફાયદાકારક રહે છે. ફોલિક એસિડ એક એવું સપ્લિમેન્ટ છે જે હાર્ટ સ્ટ્રોક અને અટેકના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.
હાલ દરેક ઉંમરના લોકોમાં સ્ટ્રેસ અને ડિપ્રેશનની સમસ્યા જોવા મળે છે, જે ઘણી વાર પોષકતત્ત્વોની ઉણપના કારણે પણ થાય છે. ફોલિક એસિડ શરીરમાં હેપ્પી હોર્મોન્સ જનરેટ કરે છે, જેનાથી તણાવની સમસ્યા ઘટાડી શકાય છે.
ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ માટે ફોલિક એસિડ ખૂબ જ જરૂરી પોષકતત્ત્વ હોય છે. આ પોષકતત્ત્વ નવજાત બાળકમાં ન્યૂરલ ટ્યૂબ દોષના જોખમમાં ઘટાડો કરવામાં મદદ કરે છે, જેનાથી બાળકનું મગજ અને કરોડરજ્જુનું હાડકું સ્વસ
એનીમિયાની સમસ્યા શરીરમાં આયર્નની ઉણપ જ નહીં પરંતુ ફોલિક એસિડ ડેફિશિયેન્સના કારણે પણ થઇ શકે છે. ફોલિક એસિડના કારણે શરીરમાં લોહીની ઉપણથી બચવા માટે સપ્લીમેન્ટની જગ્યાએ ફોલિક એસિડ રિચ ફૂડનું સેવન કરો.
શરીરમાં ફોલિક એસિડની ઉણપ કિડનીને લગતી સમસ્યાનું કારણ બની શકે છે. કિડનીની સમસ્યા હોમોસિસ્ટીન વધવાના કારણે થાય છે, આમા ફોલિક એસિડ હોમોસિસ્ટીનના લેવલને ઘટાડવામાં મદદ કરે છે.
ત્વચા પર ખીલ અને સપેધ ડાઘા જેવી સમસ્યા ફોલિક એસિડની ઉણપને કારણે થાય છે. સ્વાસ્થ્ય અને સુંદર ત્વચા માટે ફોલિક એસિડ એક જરૂરી પોષકતત્ત્વ છે.