શું છે બ્લૂ ટી? તેને પીવાથી મળશે આ 5 ફાયદા


By Hariom Sharma17, Jul 2023 09:00 PMgujaratijagran.com

બ્લેક ટી, ગ્રીન ટી અને વાઇટ ટી વિશે તો સાંભળ્યું જ હશે. આજે આપણે બ્લૂ ટી વિશે જાણીશું. આને બટરફ્લાઇ ટી પણ કહેવાય છે. આવો જાણીએ આના ફાયદા વિશે.

શું છે બ્લૂ ટી?

બ્લૂ ટીને અપરાજીતના ફૂલોમાંથી બનાવવામાં આવે છે. આ ફૂલને શંખપુષ્પ પણ કહેવાય છે. બ્લૂ ટીનો રંગ દેખાવામાં અપરાજીત ફૂલ જેવો જ હોય છે. વાદળી કલરના કારણે તેને બ્લૂ ટી કહેવાય છે.

ડિપ્રેશન દૂર કરે

બ્લૂ ટીનું સેવન કરવાથી સ્ટ્રેસ, એન્ઝાયટી અને ડિપ્રેશનથી છુટકારો મેળવી શકાય છે. આ ચામાં એમિડનો એસિડના ગુણ રહેલા હોય છે. આ બોડીમાં સેરોટોનિન હોર્મોનને બનાવે છે. આનાથી મેન્ટલ હેલ્થ સારી રહે છે.

એનર્જી માટે

એન્ટિઓક્સિડેન્ટ ગુણોથી ભરપૂર બ્લૂ ટી શરીરમાં એનર્જી વધારવાનું કામ કરે છે. આને પીવાથી તમને થાક અનુભવાતો નથી.

ઈમ્યૂનિટી મજબૂત બનાવે

બ્લૂ ટી પીવાથી તમારા શરીરની રોગો સામે લડવાની ક્ષમતા મજબૂત થાય છે. આમા ભરપૂર માત્રામાં એન્ટિઓક્સિડેન્ટના ગુણ રહેલા હોય છે.

વેટ લોસ કરે

જો તમે તમારા વધુ વજનથી પરેશાન છો તો, તમે પણ બ્લૂ ટીને ડાયેટમાં સામેલ કરી શકો છો. આ બોડી જમા થયેલું ફેટને બર્ન કરે છે.

વાળ માટે ફાયદાકારક

બ્લૂ ટીમાં ઘણા જરૂરી વિટામિન, મિનરલ અને એન્ટિઓક્સિડેન્ટ ગુણો રહેલા હોય છે. આનું સેવન કરવાથી તમારા વાળને લગતી સમસ્યા દૂર થઇ શકે છે, સાથે આ તમારી સ્કિન પણ ગ્લોઇંગ બનાવે છે.

કેવી રીતે બનાવવી બ્લૂ ટી

આ બનાવવા માટે એક વાસણમાં પાણી ગરમ કરો. આમા 5થી 6 અપરાજીતના ફૂલો મિક્સ કરીને ઉકાળો. ગેસ બંધ કરીને તેને ગાળીને એક ચમચી મધ મિક્સ કરીને પીવો.

જમ્યા પછી વરિયાળી ખાવ, થશે આ 7 ફાયદા