વરિયાળીનો ઉપયોગ ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા માટે થાય છે. જમ્યા પછી વરિયાળીનું સેવન કરવું પણ ફાયદાકારક માનવામાં આવે છે. ચાલો જાણીએ કે જમ્યા પછી વરિયાળીનું સેવન કરવાથી શું ફાયદા થાય છે.
વરિયાળીએ પોષક તત્વોથી ભરપૂર મસાલો છે. વરિયાળીમાં કેલ્શિયમ, પોટેશિયમ અને આયર્ન જેવા ફાયદાકારક ગુણો જોવા મળે છે.
જો તમે શરીરના વધતા વજનથી પરેશાન છો, તો દરરોજ ખોરાક લીધા પછી વરિયાળીનું સેવન જરૂરથી કરો.
શરીરનો મુખ્ય ભાગ પેટ માનવામાં આવે છે. પેટ ખરાબ થવાને કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં પાચનક્રિયાને સ્વસ્થ રાખવા માટે વરિયાળીનું સેવન કરી શકાય છે.
વરિયાળી આંખોની રોશની વધારવામાં પણ અસરકારક છે વરિયાળીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં સમાયેલું હોય છે. જે આંખોની રોશની વધારવા માટે મદદરૂપ થાય છે.
વરિયાળી ખાવાથી મોઢામાંથી આવતી દુર્ગંધ પણ દૂર થાય છે. વરિયાળીને દેશી માઉથ ફ્રેશનર તરીકે પણ ઓળખવામાં આવે છે.
વરિયાળીનું સેવન મહિલાઓ માટે ફાયદાકારક છે, વરિયાળીના સેવનથી પીરિયડ્સનો દુખાવો ઓછો થાય છે.
વરિયાળી શરીરમાં વધતા કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ મદદરૂપ છે. જમ્યા પછી એક ચમચી વરિયાળીનું સેવન કરવું જોઈએ.
જીવનશૈલી સંબંધિત અન્ય સમાચાર ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.