શરીર માટે વરદાનરૂપ છે બ્લૂ ટી, જાણો તેના ફાયદા


By Sanket M Parekh17, Nov 2023 04:34 PMgujaratijagran.com

વજન ઘટાડશે

વાદળી એટલે કે બ્લૂ ટી પીવાથી વજન ઘટે છે. જેમાં મળનારા કેટેચિન શરીરમાં એક્સ્ટ્રા ફેટને ઓછું કરે છે. આ સાથે જ તેનું નિયમિત સેવન કરવાથી શરીરનું મેટાબૉલિજ્મ વધવામાં મદદ મળે છે.

ડાયાબિટીશના દર્દીઓ માટે ફાયદેમંદ

બ્લૂ ટી ડાયાબિટીશના દર્દીઓ માટે ફાયદેમંદ મનાય છે. દરરોજ એક કપ વાદળી ચા પીવાથી બ્લડ સુગરનું લેવલ કંટ્રોલમાં રહે છે. આ સાથે જ હાર્ટ પણ હેલ્ધી રહે છે.

સ્કિન પર કરચલી દૂર કરે

દરરોજ એક કપ બ્લૂ ટી પીવાથી સ્કિનમાં નિખાર જળવાય છે. જેમાં રહેલ એન્ટી ઓક્સિડેન્ટ તત્વ તમને રેડિકલ્સની સમસ્યાથી બચાવે છે. આ સાથે જ તે ચહેરા પરથી કરચલી પણ દૂર કરે છે.

તણાવ ઘટાડે છે

જો તમે હંમેશા તણાવ અનુભવતા હોય, તો તમારે બ્લૂ ટીનું સેવન કરવું જોઈએ. જેમાં મળવારા પોષક તત્વો તણાવ દૂર કરીને મૂડને ફ્રેશ કરવાનું કામ કરે છે.

કેન્સરમાં મદદરૂપ

બ્લૂ ટી શરીરમાં કેન્સરનું જોખમ પણ દૂર કરે છે. જેમાં મળવારા એન્ટી ઓક્સિડેન્ટ તત્વ કેન્સર સેલ્સને શરીરમાં બનતા અટકાવે છે.

હેરફૉલ રોકે

બ્લૂ ટીમાં મળનારા વિટામિન અને ખનીજ માથામાં બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. જેનાથી વાળને મજબૂતી મળે છે.

દરરોજ 1 લીલુ મરચુ ખાવાથી તરત જ દૂર થશે આ બીમારી