લીલા મરચાની તાસીર ગરમ હોય છે. જેને ખાવાથી શરીરની ઈમ્યૂનિટી વધે છે. આ સાથે જ તે મેટાબોલિઝમને પણ સુધારે છે. લીલુ મરચુ ખાવાથી થતાં ફાયદા વિશે એક્સપર્ટ સુષ્મા પાસેથી જાણીએ
લીલા મરચામાં ફાઈબર, પોટેશિયમ, આયરન, સોડિયમ, હેલ્ધી ફેટ, વિટામિન-એ, સી જેવા અનેક પોષક તત્વો મળી આવે છે.
દરરોજ 1 લીલુ મરચુ ખાવાથી કબજિયાત અને અપચા જેવી સમસ્યા દૂર થાય છે. જેમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે. જે ડાઈઝેશન સિસ્ટમને મજબૂત બનાવે છે.
શરીરમાં મેટાબૉલિઝ્મને વધારવા માટે લીલુ મરચુ ખાવ. જેનાથી શરીરમાં કેલેરીનું પ્રમાણ વધશે.
હાર્ટના પેશન્ટ માટે લીલા મરચા ફાયદેમંદ છે. લીલા મરચા શરીરમાં લોહીના ગઠ્ઠા બનતા અટકાવે છે. જેનાથી હાર્ટ એટેકનો ખતરો ટળે છે.
લીલા મરચા ખાવાથી શરીરનું મેટાબૉલિજમ સુધરે છે. જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. આ માટે તમે મરચાને સલાડ સાથે અથવા તો તેનું અથાણું બનાવીને ખાઈ શકો છો.