તમે વાળમાં લગાવવામાં આવતા શૈંપૂની જાહેરાતમાં અરીઠા વિશે ચોક્કસ સાંભળ્યું હશે. અરીઠા એક જડી બુટ્ટી છે જે વાળને મજબૂત અને કાળા બનાવે છે. અરીઠા વાળ સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓથી બચાવે છે.ચલો તેના ફાયદા વિશે જાણીએ.
સામાન્ય રીતે લોકો વાળની સંભાળ રાખવા માટે કેમીકલ વાળા પદાર્થોનો ઉપયોગ કરે છે. જો કે અરીઠા પૂરી રીતે નેચરલ છે . અરીઠા શૈંપૂનો ઉપયોગ તમે કોઈ પણ પ્રકારના વાળમાં કરી શકો છો. કલર કરેલા વાળમાં પણ તમે અરીઠા શૈંપૂનો ઉપયોગ કરી શકો છો.
જો તમે વાળ ખરવાની સમસ્યાથી હેરાન છો તો અરીઠા સારો વિકલ્પ છે. અરીઠા રહેલા તત્વો વાળને મજબૂત બનાવે છે.જેથી વાળની ખરવાની સમસ્યા દૂર થાય છે.
અરીઠાનો ઉપયોગ જૂઓથી બચાવે છે. અરીઠા વાળમાથી કચરો, માટી દૂર કરે છે.
અરીઠા તમારા વાળની જડને મજબૂત બનાવે છે. અરીઠાનો ઉપયોગ કરવાથી વાળ પાતળા બને છે.
તમે ઘરે જ અરીઠા શૈંપૂ બનાવી શકો છો. તે માટે તમારે આંબળા, સૂકા અરીઠા અને શિકાકાઈ જરુર પડશે. આ ત્રણેય વસ્તુને તમે પાણીમાં બાફો અને જ્યાં સુધી પાણી અળધુ ન રહી જાય ત્યાસુઘી બફાવા દો. આ અરીઠા શૈંપૂનો 2 મહિના સુધી ઉપયોગ કરો.