30 ની ઉંમર પછી સ્ત્રી હોય કે પુરુષ દરેકનાં જીવનમાં ઘણા બદલાવ આવતા હોય છે.આ દરમિયાન જીવન અને સ્વાસ્થ્ય બંનેનું ધ્યાન રાખવું જરુરી છે. જેથી 30 પછી જીવનમાં આ 6 બદલાવ કરો.
વધુ પડતો તણાવ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. એવામાં જો તમે તણાવ લેવાથી બચો તો તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તણાવ તમારી આયુ ઓછી કરે છે.
30 ની ઉંમર પછી દર 2 વર્ષે શરીરની તપાસ કરાવી જરૂરી છે. આ ઉંમર ડાયાબિટીસ,હાર્ટ,સ્ટ્રોક તથા કેંસર જેવી બીમારીઓનું જોખમ વધી જાય છે. જેથી નિયમિત તપાસ કરાવાથી બીમારીઓ વિશે જાગૃત રહી શકાય છે.
30 ની ઉંમર પછી વજનને નિયંત્રણમાં રાખવું જરુરી છે. મોટાપણાંના કારણે ઘણી બીમારીઓનું જોખમ વધી જાય છે. તેથી રોજ કસરત કરો.
કસરત કરવાથી તમે માનસિક અને શારિરીક રીતે ફિટ રહી શકો છો. આ ઉપરાંત કસરત તણાવથી પણ દૂર રાખે છે. જેથી રોજ સવારે 30 થી 40 મિનિટ કસરત માટે ફાળવો.
30 ની ઉંમર પછી રોજ 8-9 કલાકની પૂરતી ઊંઘ લો. એક સારી ઊંઘ તમારા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.