ગુલાબની પાંખડીઓ ચામડીની સાથે સાથે શરીરનાં સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. તેના ફૂલો ખાવાથી શરીરમાં થતી ઘણી સમસ્યાઓથી બચી શકાય છે. તેનાં પત્તામાં પોલીફેનોલ્સ અને કેટલાક એંટી ઓક્સિડેંટ તત્વો રહેલા છે. આ શરીરને મેદસ્વિતા સાથે સંબઘિત સમસ્યાઓથી બચાવે છે.
ગુલાબની પાંખડીઓ મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે પીરીયડ્સમાં આવતા ક્રેમ્પ, હોર્મોન્સમાં આવતા બદલાવ વગેરેથી રાહત આપે છે.
ગુલાબની પાંખડીઓ ખાવાથી એંજાયટી અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ ઓછી કરે છે. તે માટે લોકો રાતનાં સમયે ગુલકંદ ખાવાનું પસંદ કરે છે. તેનાથી તણાવ ઓછો થાય છે.
જે લોકો ઊંઘ સાથે જોડાયેલ સમસ્યાથી પિડાય રહ્યા છે, તેના માટે ગુલાબની પાંખડીઓ લાભદાયી છે. સારી ઊંઘ લેવા માટે તમે ગુલાબની પાંખડીઓ ખાઈ શકો છો.
ગુલાબની પાંખડીઓને સીધા જ ચાવીને ખાઈ શકાય છે. તમે તેને સલાડમાં અથવા સ્મૂદીમાં નાખીને ખાઈ શકો છો.