સામાન્ય રીતે ઘરના ઘરડા દેશી ઘી ખાવાની સલાહ આપતા હોય છે પરંતુ ઘીને ખાવા ઉપરાંત તેને નાહવામાં ઉપયોગ કરવાથી પણ સ્વાસ્થ્ય સંબધિત ફાયદા મળે છે.ચલો એ ફાયદા વિશે જાણીએ.
જણાવી દઈએ કે ઘી માં ઓમેગા 9 અને ઓમેગા 3, ફેટી એસિડ તથા વિટામિન એ જેવા પોષકતત્વો રહેલા હોય છે, જે તમારામાં રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે. જે બીમારીઓથી બચાવે છે.
નાહવાનાં પાણીમાં દેશી ઘી મિલાવીને નાહવાથી બ્લડ સર્કયુલેશનમાં સુધારો આવે છે. દેશી ઘી માં રહેલા પોષકતત્વો શરીરના તાપમાનને સુધારે છે. તેનાથી તણાવ પણ ઓછો થાય છે.
સ્વાસ્થ્યની સાથે દેશી ઘી ચામડી માટે પણ ફાયદાકારક છે. પાણીમાં દેશી ઘી મિલાવીને નાહવાથી ચામડી પરનું સુકાપણું દૂર થાય છે. દેશી ઘી માં રહેલા પોષકતત્વો ચામડીને મોશ્ચરાઈજ કરવામાં મદદ કરે છે.
ચામડી ઉપરાંત પાણીમાં દેશી ઘી મિલાવીને નાહવાથી ખંજવાળની સમસ્યા દૂર થાય છે. જો તમને શરીરનાં કોઈ પણ ભાગમાં ખંજવાળ આવે છે તો ચોક્કસ તમે દેશી ઘીનો ઉપયોગ કરી શકો છો.