ભૂલેચૂકે પણ આ લોકોએ જીરા વાળી ચા ન પીવી જોઈએ


By Vanraj Dabhi17, Nov 2023 11:24 AMgujaratijagran.com

આ લોકોએ જીરાની ચા ન પીવી જોઈએ

જીરું રસોડામાં સરળતાથી મળી રહે છે તે ભોજનનો સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ સારું છે. ઘણા લોકો તેની ચા પીને વજન ઘટાડવાનું વિચારતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે જીરાની ચા સ્વાસ્થ્ય માટે જેટલી ફાયદાકારક છે એટલી જ તે હાનિકારક પણ છે. આવો જાણીએ તેના ગેરફાયદા વિશે.

ગર્ભાવસ્થામાં સમસ્યા

સગર્ભા સ્ત્રીઓએ જીરાની ચા પીવાનું ટાળવું જોઈએ. તેની ચા પીવાથી ગર્ભમાં રહેલા બાળકોને નુકસાન થઈ શકે છે. તેનાથી કસુવાવડ પણ થઈ શકે છે.

સુગર લેવલ

વધુ પડતી જીરાની ચા પીવાથી બ્લડ સુગર લેવલમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. આ તકે ડાયાબિટીસના દર્દીઓએ તેને ઓછું પીવું જોઈએ.

લીવર સંબંધિત સમસ્યા

જે લોકોને લીવર સંબંધિત સમસ્યા હોય તેમણે જીરાની ચા પીવાનું ટાળવું જોઈએ. તેનાથી લીવરની સમસ્યા વધી શકે છે.

You may also like

જીરું વાળી ચા પીવાથી આ ગંભીર બીમારીઓમાંથી રાહત મળશે, જાણી લો

દરરોજ સવારે બ્લેક ટી પીવીથી ઘણા ફાયદા મળે છે, આવો જાણીએ

એલર્જીની સમસ્યા

જીરાની ચા પીવાથી કેટલાક લોકોને એલર્જિક ત્વચા પર ફોલ્લીઓ થઈ શકે છે. જો તમને પહેલેથી જ એલર્જીની સમસ્યા છે તો આ ચા પીવાનું ટાળો.

રક્તસ્ત્રાવની સમસ્યા

જીરાની ચાનું વધુ પડતું સેવન કરવાથી રક્તસ્ત્રાવ થઈ શકે છે. તેથી જો તમે તાજેતરમાં સર્જરી કરાવી હોય તો તમારે જીરાની ચાનું સેવન ટાળવું જોઈએ.

શ્વાસ સંબંધિત સમસ્યાઓ

વધુ પડતી જીરાની ચા પીવાથી તમને શ્વાસ સંબંધિત અનેક બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. તેથી શ્વસા સંબંધિત સમસ્યાઓથી પીડાતા લોકોએ તેને પીવાનું ટાળવું જોઈએ.

વાંચતા રહો

જો તમે પણ આ સમસ્યાઓથી પરેશાન છો તો તમારે જીરાની ચા પીવાનું ટાળવું જોઈએ, આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

દરરોજ સવારે ખાલી પેટ ધાણાના બીજનું પાણી પીવાથી અનેક બીમારીઓ દૂર થાય છે