દરરોજ સવારે ખાલી પેટ ધાણાના બીજનું પાણી પીવાથી અનેક બીમારીઓ દૂર થાય છે


By Vanraj Dabhi17, Nov 2023 10:59 AMgujaratijagran.com

ધાણા વાળુ પાણી પીવો

આપણે મોટાભાગે ધાણાનો ઉપયોગ ખોરાકમાં મસાલા તરીકે કરીએ છીએ. આનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે. પરંતુ શું તમે જાણો છો કે સવારે ખાલી પેટ ધાણાનું પાણી પીવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. આવો જાણીએ.

પાચનતંત્ર સ્વસ્થ રાખે

પાચનતંત્રને નિયંત્રણમાં રાખવા માટે ધાણાના બીજનું પીણું ખૂબ જ ફાયદાકારક છે. તે પેટ સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

ડાયાબિટીસ માટે ફાયદાકારક

ધાણાના બીજનું પાણી ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે શરીરમાં શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

વજન કંટ્રોલ કરે

જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ તો ધાણાના બીજનું પાણી ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં રહેલા ફાઈબર્સ પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે.

You may also like

ફટાફટ વજન ઘટાડવા માટે આ રીતે સેવન કરો ધાણાનાં બીજનું

બોડી ડિટોક્સ માટે પીવો આ બીજનું પાણી

થાઇરોઇડને કંટ્રોલ કરે

ધાણાના બીજમાં રહેલા મિનરલ્સ અને વિટામિન્સ શરીરને ઈન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે. તેનું પાણી થાઈરોઈડ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ત્વચા ચમકદાર બનાવે

દરરોજ ધાણાના બીજનું પાણી પીવાથી ત્વચા ચમકદાર બને છે. તે લોહીને શુદ્ધ કરે છે અને ત્વચા સંબંધિત અનેક રોગોને દૂર રાખે છે.

કેવી રીતે બનાવવું

ધાણાનું પાણી બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં 2 ચમચી ધાણાના બીજ મિક્સ કરો. પાણી ઉકળે એટલે ઠંડુ થાય એટલે ગાળી લો. સ્વાદ માટે તમે તેમાં મધ પણ ઉમેરી શકો છો. સવારે ખાલી પેટ તેનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે.

વાંચતા રહો

ધાણાના બીજનું પાણી શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે, સ્ટોરી ગમે તો શેર કરો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આ રીતે લગાવો ચહેરા પર કાચુ દૂધ