કાચુ દૂધનું સેવન કરવાથી શરીરને ઘણા સ્વાસ્થ્ય સંબધિત ફાયદા મળે છે. આ સાથે કાચુ દૂધ ચામડી માટે પણ ફાયદાકારક છે. ચલો ચહેરા પર કાચુ દૂધ લગાવવાની રીતો જાણીએ.
સૌથી પહેલા ચોખાનાં લોટમાં કાચુ દૂધ નાખી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને 10-15 મિનીટ ચહેરા પર લગાવી રાખી શકો છો ત્યારબાદ તેને પાણી વડે ધોઈ નાખો.
ટમાટરનો જ્યુસ અને કાચા દૂધના મિશ્રણને પણ તમે ચહેરા પર લગાવી રાખી શકો છો. આ મિશ્રણને પણ તમે 10-15 મિનીટ લગાવીને રાખી શકો છો.
4 ચમચી કાચા દૂધમાં 2 ચપટી બેસનનો લોટ અને સાથે 2 ચપટી હળદર નાખીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને 30 મિનીટ સુધી ચહેરા પર લગાવી રાખી શકો છો.
લીંબુના રસમાં કાચુ દૂધ નાખીને તેમા મધ ઉમેરો. આ ત્રણેયના મિશ્રણને ચહેરા પર લગાવવાથી ઉજાસ આવે છે.
ડેડ સેલ્સને હટાવવા માટે તમે ચહેરા પર કાચુ દૂધ લગાવી રાખી શકો છો. તેને 10 મિનીટ રાખીને હળવા હાથોથી સાફ કરી નાખો.