સુકી ખાંસીમા વેદના ઘણી થાય છે, અને તે મટાડવા આપણે તરત દવા લઈ લેતા હોય છે, જોકે તમે તે માટે ઘરેલું ઉપચાર પણ અપનાવી શકો છો. આ કુદરતી ઉપચારથી તમને સુકી ખાંસીમાં રાહત મળે છે.
મધ અને લીંબુને સરખા પ્રમાણમાં લેવાથી કફમા રાહત મળે છે. આ મીશ્રણ એન્ટીમાઈક્રોબીયલ છે જે તમારા ગળાને રાહત આપે છે.
હુંફાળુ ગરમ ખારા પાણીથી કોગળા કરવાથી ગળામાં થતી ઈરીટેશન દૂર થાય છે. હળવા ગરમ પાણીમાં 1 ચમચી મીઠું ઉમેરી દિવસમાં એકવાર કોગળા કરવાથી સુકી ખાંસીમાં રાહત મળે છે.
વરાળ લેવાથી નાકના ધ્વાર ખુલે છે, અને તમને શ્વાસ લેવામાં આરામ મળે છે. એક પોટમાં ગરમ પાણી લઈ તેેના પર મોંઢુ રાખી, માથાને રુમાલ વટે ઢાંકી લો.
રાત્રે સુતા પહેલા હળદરવાળું દુધ પીવાથી સુકી ખાંસીમાં રાહત મળે છે, હળદરમા એન્ટી-ઈનફ્લામેટરી ગુણ હોય છે જે તમને કફમાં રાહત આપવામાં મદદ કરે છે
જો તમને સ્ટોરી પસંદ આવી હોય, તો તેને શેર કરો. વધુ અપડેટ માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.