આપણે શારીરિક સ્વાસ્થ્ય પર તો ધ્યાન આપીએ છે, પણ ક્યારેક માનસિક સ્વાસ્થ્યની અવગણના કરી દેતા હોઈએ છે, પરંતુ એ પણ એટલુંજ જરુરી છે. ચાલો જાણીએ એવી કઈ કસરતો છે, જે તમારા મન ને શાંતી અને તાજગી આપે.
યોગ અને તાલ ચી કસરત કરવાથી માનસિક સંતુલન અને શારીરિક સ્વાસ્થ્ય વચ્ચેનું સંતુલન જળવાઈ રહે છે. આ કરવાથી ફોકસ વધે છે અને તણાવ ઓછો થાય છે.
નિયમિત રીતે મેડીટેશન કરવાથી માઇન્ડફુલનેસ, ચિંતા ઘટાડે છે અને તમારા ઈમોશનલ વેલ બીંગમા વધારો કરે છે.
ઊંડા શ્વાસ લેવુ મન અને ફેફસા માટે ઘણું ફાયદાકારક છે. આ સરળ પરંતુ પાવરફુલ કસરત નર્વસ સિસ્ટમને શાંત કરે છે, તણાવ ઘટાડે છે અને મેન્ટલ ક્લેરીટીને ઈમપ્રુવ કરે છે.
ચાલવાથી અને કુદરત સાથે સમય પસાર કરવાથી શારીરિક અને માનસિક આરામ મળે છે અને તમારા ઓવર ઓલ સ્વાસ્થ્યમા સુધારો થાય છે