વધુ પ્રોટીન લેવાથી શરીરને કયા નુકસાન થઇ શકે છે?


By Hariom Sharma2023-05-03, 19:30 ISTgujaratijagran.com

કિડનીમાં સમસ્યા

વધુ પ્રોટીન લેવાતી તમારી કિડની પર પ્રભાવ પડી શકે છે. શરીરમાં તેની વધુ માત્રા હોવાથી કિડની સ્ટોનની સાથે સાથે કિડની ડેમેજ થવાનું પણ જોખમ રહે છે.

વજન વધવું

લોકો વજન ઘટાડવા માટે પ્રોટીનનો ઉપયોગ કરે છે, પરંતુ તેને વધુ માત્રામાં લેવાથી વજન વધી શકે છે. આનાથી શરીરમાં ફેટની માત્રા વધે છે.

યૂરિક એસિડ વધારે

હાઇ પ્રોટીન લેવાથી યૂરિક એસિડ વધી શકે છે. આનાથી હાડકા કમજોર થવા લાગે છે તેની સાથે સાંધામાં દુખાવો થઇ શકે છે.

ઓસ્ટિયોપોરોસિસ

વધુ પ્રોટીની લેવાથી શરીરમાં કેલ્શિયમનું અવશોષણ ઘટી શકે છે. આનાથી શરીરમાં કેલ્શિયમની ઉણપ આવી શકે છે, જે એસ્ટિયોપોરોસિસનું કારણ બની શકે છે.

હાર્ટ માટે નુકસાનકારક

વધુ પ્રોટીન લેવાથી હાર્ટને પણ નુકસાન થઇ શકે છે. વધુ પ્રોટીન લેવાથી શરીરમાં ટ્રાન્સફેટ અને સેચ્યુરેટેડ ફેટ વધે છે, જેનાથી હાર્ટને લગતી સમસ્યાઓ થઇ શકે છે.

રવીના ટંડનની દીકરી રાશાના ખૂબસૂરત એથનિક કલેક્શન